Welcome to S.B. Garda College here is the scrolling line for latest update news or any other updates Welcome to S.B. Garda College here is the scrolling line for latest update news or any other updates

Recent Events

એસ. બી. ગાર્ડા કોલેજમાં આશીર્વાદના દીવડા કાર્યક્રમ યોજા...

Read More..

गार्डा कॉलेज, नवसारी में ‘हिन्दी दिवस’ के उपलक्ष्य में ...

Read More..

ગાર્ડા કોલેજમાં યોજાયો જોબ ફેર

Read More..

નવસારીની ગાર્ડા કોલેજમાં 'સિકલ સેલ રોગ જાગૃતિ કાર્યક્રમ...

Read More..

ગાર્ડા કોલેજમાં એક દિવસીય આંતરરાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો

Read More..

ગાર્ડા કોલેજ ખાતે ‘શિક્ષક દિન’ની ભવ્ય ઉજવણી

Read More..
View All

અષાઢી બીજ નિમિત્તે ગાર્ડા કોલેજમાં ભારતીય જ્ઞાન પરંપરાની આધુનિક સમયમાં સાર્થકતા અંગે વ્યાખ્યાન

16-07-2026

ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે છેલ્લા ૮૧ વર્ષથી શૈક્ષણિક ગુણવત્તા, મૂલ્યનિષ્ઠ શિક્ષણ, સંશોધન અને ભારતીય સાંસ્કૃતિક વારસાના સંવર્ધન માટે કાર્યરત એસ.બી. ગાર્ડા કોલેજ, નવસારી ખાતે  વિદ્યાર્થીઓમાં ભારતીય જ્ઞાન પરંપરા પ્રતિ આદરની ભાવના વિકસે તેવા કાર્યક્રમોનું આયોજન નિયમિત કરવામાં આવે છે. આ જ અનુસંધાને કોલેજના ઇન્ડિયન નોલેજ સિસ્ટમ સેલ અને I.Q.A. Cell ના સંયુક્ત ઉપક્રમે તા. ૧૬/૦૭/૨૦૨૬ (અષાઢી બીજ) ના રોજ “આધુનિક સમયમાં ભારતીય જ્ઞાન પરંપરાની સાર્થકતા” વિષય પર વ્યાખ્યાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત એફ.વાય.બી.એ.ની વિદ્યાર્થીની કુ. દિપાલી સાલવી દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ ઇન્ચાર્જ આચાર્યશ્રી ડૉ. ધર્મવીર ગુર્જર સાહેબે પોતાના ઉદ્દબોધનમાં ભારતીય જ્ઞાન પરંપરાના મૂલ્યો, જીવનદર્શન, વર્તમાન સમયમાં ગુરુ મહત્તા અને જીવનમાં તેમની અનિવાર્યતા તેમજ શિક્ષણ ક્ષેત્રે તેની પ્રાસંગિકતા વિષે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત ડૉ. સુનિતા બી. પટેલે પોતાના વ્યાખ્યાનમાં ભારતીય જ્ઞાન પરંપરાના વૈદિક, દાર્શનિક, નૈતિક અને વૈજ્ઞાનિક પાસાઓનું સુંદર નિરૂપણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ભારતીય જ્ઞાન પરંપરા માત્ર પ્રાચીન વારસો નથી, પરંતુ આધુનિક જીવનની વિવિધ સમસ્યાઓના ઉકેલ માટે પણ અત્યંત પ્રાસંગિક અને માર્ગદર્શક છે. તેમણે વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિ, મૂલ્યો અને જ્ઞાન પરંપરાના અભ્યાસ દ્વારા જીવનમાં સકારાત્મક દૃષ્ટિકોણ વિકસાવવાની પ્રેરણા આપી હતી. કાર્યક્રમમા કોલેજના ઉપાચાર્યશ્રી ડૉ. હિતેશ પટેલ સાહેબે પણ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ વ્યાખ્યાનમાં કોલેજના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે ડૉ. તૃપ્તિ કે. વ્યાસ દ્વારા આભાર દર્શન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન ડૉ. ઉષાબેન કે. પરમારે કર્યું હતું. કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં ભારતીય જ્ઞાન પરંપરા અંગે નવી સમજણ અને ગૌરવની ભાવના વિકસાવવામાં મહત્વપૂર્ણ યોગદાન મળ્યું