ગાર્ડા કોલેજમાં ‘જનજાતિય ગૌરવ દિવસ’નો સમાપન સમારોહ યોજાયો
લગ્નગીત સ્પર્ધા સાથે વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને પ્રમાણપત્રો એનાયત કરાયાં
આદિવાસી સંસ્કૃતિ, લોકપરંપરા અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાના જતન સાથે વિદ્યાર્થીઓમાં પોતાની પરંપરા પ્રત્યે ગૌરવની ભાવના કેળવવાના હેતુથી સતત પ્રયત્નશીલ એસ.બી. ગાર્ડા કોલેજ ખાતે SC/ST Cell અને I.Q.A. Cellના સંયુક્ત ઉપક્રમે ‘જનજાતિય ગૌરવ દિવસ’ની ઉજવણીના ભાગરૂપે તા. ૧૦/૧૦/૨૦૨૬ના રોજ લગ્નગીત સ્પર્ધા તેમજ ‘જનજાતિય ગૌરવ દિવસ’ સમાપન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર ઉજવણી કાર્યક્રમ કોલેજના ઇન્ચાર્જ આચાર્યશ્રી ડૉ. ધર્મવીર ગુર્જર સાહેબના નેતૃત્વ તથા ઉપાચાર્યશ્રી ડૉ. હિતેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો. આ ઉજવણી અંતર્ગત વિદ્યાર્થીઓમાં આદિવાસી સંસ્કૃતિ, પરંપરા, લોકકલા અને લોકવારસાની સમજ વિકસે તથા પોતાની સાંસ્કૃતિક ઓળખ પ્રત્યે ગૌરવની ભાવના કેળવાય તેવા હેતુથી નિબંધ, ચિત્ર, હસ્તકલા, નૃત્ય અને લગ્નગીત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા સ્પર્ધામાં લોકસંગીત અને પરંપરાગત લગ્નગીતોની રજૂઆત દ્વારા સાંસ્કૃતિક વારસાની સુંદર અભિવ્યક્તિ કરવામાં આવી હતી. લગ્નગીત સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ડૉ. તૃપ્તિ વ્યાસ અને ડૉ. પ્રીતિ શાહે સેવા આપી હતી. તેમના દ્વારા સ્પર્ધાનું મૂલ્યાંકન કરીને પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ ક્રમે વૈદ્ય આયુષી અને તેની ટીમ, દ્વિતીય ક્રમે રાઠોડ ક્રિષ્ના અને તેની ટીમ તથા તૃતીય ક્રમે રાજભર સરીતા વિજેતા જાહેર થયાં હતાં. ત્યારબાદ ‘જનજાતિય ગૌરવ દિવસ’ની ઉજવણી અંતર્ગત યોજાયેલી નિબંધ, ચિત્ર, હસ્તકલા, નૃત્ય, લગ્નગીત સ્પર્ધાઓના વિજેતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા, કલાત્મક અભિવ્યક્તિ અને સાંસ્કૃતિક પ્રતિભાને બિરદાવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ ડૉ. આશા પટેલે દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમના સમાપન પ્રસંગે કોલેજ પરિવાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યાં હતાં. આ સમગ્ર ઉજવણી દ્વારા ગાર્ડા કોલેજે આદિવાસી સંસ્કૃતિ, પરંપરાગત લોકકલા અને સાંસ્કૃતિક વારસાના જતન સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.