Welcome to S.B. Garda College here is the scrolling line for latest update news or any other updates Welcome to S.B. Garda College here is the scrolling line for latest update news or any other updates

Recent Events

ગાર્ડા કોલેજમાં ‘જનજાતિય ગૌરવ દિવસ’નો સમાપન સમારોહ યોજા...

Read More..

ગાર્ડા કોલેજમાં ‘જનજાતિય ગૌરવ દિવસ’ નિમિત્તે આદિવાસી નૃ...

Read More..

ગાર્ડા કોલેજમાં ‘જનજાતિય ગૌરવ દિવસ’ નિમિત્તે ચિત્ર સ્પર...

Read More..

ગાર્ડા કોલેજમાં ‘જનજાતિય ગૌરવ દિવસ’ નિમિત્તે નિબંધ સ્પર...

Read More..

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત એસ. બી ગાર્ડા કોલેજમાં સ્વચ્...

Read More..

એસ. બી. ગાર્ડા કોલેજમાં આશીર્વાદના દીવડા કાર્યક્રમ યોજા...

Read More..
View All

‘જનજાતિય ગૌરવ દિવસ’ની ઉજવણી અંતર્ગત ગાર્ડા કોલેજમાં હસ્તકળા સ્પર્ધા

07-10-2026

‘જનજાતિય ગૌરવ દિવસ’ની ઉજવણી અંતર્ગત ગાર્ડા કોલેજમાં હસ્તકળા સ્પર્ધા

નવસારી નગરીમાં શિક્ષણ, સંસ્કાર અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ સર્જતી તથા દક્ષિણ ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરનાર એસ.બી. ગાર્ડા કોલેજ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શૈક્ષણિક પ્રવૃત્તિઓની સાથે સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં પણ અગ્રેસર રહી છે. જેના ભાગરૂપે કોલેજના SC/ST Cell અને I.Q.A. Cellના સંયુક્ત ઉપક્રમે ‘જનજાતિય ગૌરવ દિવસ’ની ઉજવણી અંતર્ગત તા. ૦૭/૧૦/૨૦૨૬ના રોજ ‘આદિવાસી સંસ્કૃતિ અનુરૂપ’ વિષય પર હસ્તકળા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના ઇન્ચાર્જ આચાર્યશ્રી ડૉ. ધર્મવીર ગુર્જર સાહેબના નેતૃત્વ તથા ઉપાચાર્યશ્રી ડૉ. હિતેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ વિવિધ હસ્તકળા કૃતિઓ દ્વારા આદિવાસી સંસ્કૃતિની પરંપરા, જીવનશૈલી અને કલાત્મક વારસાની સુંદર ઝાંખી રજૂ કરી હતી, જેમાં તેમની સર્જનાત્મકતા અને કલાત્મક અભિવ્યક્તિ સ્પષ્ટપણે જોવા મળી હતી. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની કલાત્મક પ્રતિભાનો પરિચય કરાવ્યો હતો. સ્પર્ધામાં ડૉ. અશ્વિન શર્મા અને ડૉ. પુનિતા પટેલે નિર્ણાયક તરીકે સેવા આપી કૃતિઓનું મૂલ્યાંકન કર્યું હતું. નિર્ણાયકોએ વિદ્યાર્થીઓની કૃતિઓનું મૂલ્યાંકન કરી તેમની સર્જનાત્મકતા, કલાત્મક રજૂઆત અને વિષયની સમજને આધારે શ્રેષ્ઠ કૃતિઓની પસંદગી કરી હતી. જેમાં પ્રથમ ક્રમે મયુરી હળપતિ, દ્વિતીય ક્રમે જાનવીબેન હળપતિ તેમજ તૃતીય ક્રમે નિધી પટેલ વિજેતા જાહેર થયા હતા. કોલેજ પરિવાર દ્વારા વિજેતા વિદ્યાર્થીઓ તેમજ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેમની સર્જનાત્મક પ્રતિભાને બિરદાવવામાં આવી હતી. આ હસ્તકળા સ્પર્ધા દ્વારા વિદ્યાર્થીઓને પરંપરાગત કલા અને હસ્તકૌશલ્ય સાથે પરિચિત થવાની તેમજ પોતાની સર્જનાત્મકતાને કલાત્મક સ્વરૂપે રજૂ કરવાની તક મળી હતી.