Welcome to S.B. Garda College here is the scrolling line for latest update news or any other updates Welcome to S.B. Garda College here is the scrolling line for latest update news or any other updates

Recent Events

એસ. બી. ગાર્ડા કોલેજમાં આશીર્વાદના દીવડા કાર્યક્રમ યોજા...

Read More..

गार्डा कॉलेज, नवसारी में ‘हिन्दी दिवस’ के उपलक्ष्य में ...

Read More..

ગાર્ડા કોલેજમાં યોજાયો જોબ ફેર

Read More..

નવસારીની ગાર્ડા કોલેજમાં 'સિકલ સેલ રોગ જાગૃતિ કાર્યક્રમ...

Read More..

ગાર્ડા કોલેજમાં એક દિવસીય આંતરરાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો

Read More..

ગાર્ડા કોલેજ ખાતે ‘શિક્ષક દિન’ની ભવ્ય ઉજવણી

Read More..
View All

એસ.બી. ગાર્ડા કોલેજના ઈતિહાસ વિભાગના વિદ્યાર્થીઓએ જમશેદજી ટાટા મ્યુઝિયમની લીધેલ મુલાકાત

18-08-2026

એસ.બી. ગાર્ડા કોલેજના ઈતિહાસ વિભાગના વિદ્યાર્થીઓએ જમશેદજી ટાટા મ્યુઝિયમની લીધેલ મુલાકાત

વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને પાઠ્યપુસ્તક બહારના વ્યવહારુ જ્ઞાનને પ્રોત્સાહન આપવા નવસારીની પ્રતિષ્ઠિત એસ.બી. ગાર્ડા કોલેજના ઈતિહાસ વિભાગ દ્વારા ઇન્ચાર્જ આચાર્યશ્રી ડૉ. ધર્મવીર ગુર્જર સાહેબના માર્ગદર્શન હેઠળ તા. ૧૮/૦૮/૨૦૨૬ ના રોજ વિદ્યાર્થીઓમાં સંશોધકીય વૃત્તિ વિકસે તથા શૈક્ષણિક જાગૃત્તિ વિકાસ પામે તે હેતુસર જમશેદજી ટાટા મ્યુઝિયમના ક્યુરેટર બેહઝાદ મોગલ દ્વારા જમશેદજી તાતાના પરિવાર અને તેમના જીવનકવન વિશેની ઝીણવટભરી માહિતી આપવામાં આવી હતી, જેમાં ઈતિહાસ વિભાગના અધ્યક્ષ શ્રી અંબુભાઈ પટેલ, ડૉ. સરફરાઝ ખલીફા, ડૉ. પ્રતિક ગઢવી તેમજ ઈતિહાસ વિષયના કુલ ૪૬ વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ કાર્યક્રમના સફળ સંચાલનમાં ઈતિહાસ વિભાગના અધ્યાપકોને ભારે જહેમત ઉઠાવી હતી. કોલેજના ઉપાચાર્યશ્રી ડૉ. હિતેશભાઈ પટેલ સાહેબ દ્વારા કોલેજ કેમ્પસમાં લીલી ઝંડી બતાવી વિદ્યાર્થીઓને પ્રસ્થાન કરાવ્યું હતું. આ સફળ આયોજન માટે ક્યુરેટર બેહઝાદ મોગલનો ગાર્ડા કોલેજ પરિવાર તથા ગાર્ડા કોલેજ ટ્રસ્ટ વતી આભાર વ્યક્ત કરાયો હતો.