એસ.બી. ગાર્ડા કોલેજમાં ‘મિસિસ જર સાવક માદન ગીત-ગઝલ સ્પર્ધા’નું આયોજન
નવસારીની અગ્રણી શૈક્ષણિક સંસ્થા એસ. બી. ગાર્ડા કોલેજ, નવસારી ખાતે ડિબેટ સમિતિ અને આઈ.ક્યુ.એ.સી. સેલ ના સંયુક્ત ઉપક્રમે તા. ૨૮ જુલાઈ, ૨૦૨૬ ના રોજ ‘મિસિસ જર સાવક માદન ગીત-ગઝલ સ્પર્ધા’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ કોલેજની વિદ્યાર્થિની દીપાલી સાલવી દ્વારા પ્રાર્થના સાથે કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌનું સ્વાગત કરતાં કોલેજના ઇન્ચાર્જ આચાર્યશ્રી ડૉ. ધર્મવીર ગુર્જરે વિદ્યાર્થીઓને સંગીત, સાહિત્ય અને સર્જનાત્મક અભિવ્યક્તિના માધ્યમથી પોતાની પ્રતિભાને વિકસાવવાની તેમજ આત્મવિશ્વાસ સાથે આગળ વધવાની પ્રેરણા આપી હતી. સ્પર્ધાના નિયમોની માહિતી આપ્યા બાદ વિદ્યાર્થીઓએ વિવિધ ગીતો અને ગઝલોની ઉત્સાહભેર રજૂઆત કરી પોતાની કલાત્મક પ્રતિભાનું મનમોહક પ્રદર્શન કર્યું હતું. સ્પર્ધામાં કુલ ૧૯ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધાના નિર્ણાયક તરીકે ડૉ. અરવિંદ પટેલ અને ડૉ. આશા પટેલ એ સેવા આપી હતી. તેમણે તમામ રજૂઆતોનું નિષ્પક્ષ મૂલ્યાંકન કરી વિદ્યાર્થીઓને રચનાત્મક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સ્પર્ધામાં પ્રથમ ક્રમે દીપાલી સાલવી, દ્વિતીય ક્રમે સરિતા રાજભર તથા તૃતીય ક્રમે ક્રીશા કાનાણી અને મિઝબા ઉસ્માની વિજેતા જાહેર થયા હતા. કાર્યક્રમમાં ડિબેટ સમિતિના અધ્યક્ષા ડૉ. નેહા હરિયાણી ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન ડૉ. પ્રીતિ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. અંતમાં કોલેજના ઇન્ચાર્જ આચાર્યશ્રી ડૉ. ધર્મવીર ગુર્જર, ઉપાચાર્યશ્રી ડૉ. હિતેશ પટેલ, ડિબેટ સમિતિ, આઈ.ક્યુ.એ. સેલ, અધ્યાપકો તથા વહીવટી સ્ટાફ દ્વારા વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સૌના સહયોગથી કાર્યક્રમ સફળતાપૂર્વક અને ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન થયો હતો.