Welcome to S.B. Garda College here is the scrolling line for latest update news or any other updates Welcome to S.B. Garda College here is the scrolling line for latest update news or any other updates

Recent Events

એસ. બી. ગાર્ડા કોલેજમાં આશીર્વાદના દીવડા કાર્યક્રમ યોજા...

Read More..

गार्डा कॉलेज, नवसारी में ‘हिन्दी दिवस’ के उपलक्ष्य में ...

Read More..

ગાર્ડા કોલેજમાં યોજાયો જોબ ફેર

Read More..

નવસારીની ગાર્ડા કોલેજમાં 'સિકલ સેલ રોગ જાગૃતિ કાર્યક્રમ...

Read More..

ગાર્ડા કોલેજમાં એક દિવસીય આંતરરાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો

Read More..

ગાર્ડા કોલેજ ખાતે ‘શિક્ષક દિન’ની ભવ્ય ઉજવણી

Read More..
View All

એસ.બી. ગાર્ડા કૉલેજમાં વક્તુત્વ અને નિબંધ સ્પર્ધાનું આયોજન

30-07-2026

એસ.બી. ગાર્ડા કૉલેજમાં વક્તુત્વ અને નિબંધ સ્પર્ધાનું આયોજન

દક્ષિણ ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણનું આગવું સ્થાન ધરાવતી એસ.બી. ગાર્ડા કોલેજમાં ડિબેટ સમિતિ અને આઈ.ક્યુ.એ. સેલના સંયુક્ત ઉપક્રમે તા. ૩૦ જુલાઈના રોજ વક્તૃત્વ અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ચાર્જ આચાર્યશ્રી ડૉ. ધર્મવીર ગુર્જરના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ સમકાલીન વિષયો પર પોતાના વિચારો અસરકારક રીતે રજૂ કર્યા હતા. વક્તૃત્વ સ્પર્ધા માટે “યુવાશક્તિ : રાષ્ટ્ર નિર્માણની સૌથી મોટી તાકાત કે પડકાર?” અને “ટેકનોલોજી : આશીર્વાદ કે અભિશાપ?” જ્યારે નિબંધ સ્પર્ધા માટે “પ્રકૃતિનું રક્ષણ એ જ જીવનનું રક્ષણ” વિષય નક્કી કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનો પ્રારંભ દીપાલી સાલવીની પ્રાર્થનાથી થયો હતો. ઇન્ચાર્જ આચાર્યશ્રી ડૉ. ધર્મવીર ગુર્જરે પ્રાસંગિક ઉદ્દબોધનમાં યુવાશક્તિને રાષ્ટ્રની સૌથી મોટી મૂડી ગણાવી ટેક્નોલોજીના જવાબદાર ઉપયોગ અને પર્યાવરણ સંરક્ષણની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. ઉપાચાર્યશ્રી તથા આઈ.ક્યુ.એ. સેલના કો-ઓર્ડિનેટર ડૉ. હિતેશભાઈ પટેલે પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. વક્તૃત્વ અને નિબંધ સ્પર્ધામાં કુલ ૭૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. યુવરાજ પુરોહિત (આશાદીપ ઇન્ટરનેશનલ સ્કૂલ) પ્રથમ સ્થાને, વિધિ ટંડેલ (બી.સી.જે. હાઈસ્કૂલ) દ્વિતીય સ્થાને અને જયના પી. શાહ (શેઠ આર.જે.જે. સ્કૂલ) તૃતીય સ્થાને વિજેતા રહ્યા હતા. ડૉ. અશ્વિનકુમાર શર્મા અને ડૉ. સુરભી પરમારે નિર્ણાયક તરીકે સેવા આપી હતી. નિબંધ સ્પર્ધામાં અવની ઘડીયાળી (શેઠ આર.જે.જે. સ્કૂલ) પ્રથમ સ્થાને, આનંદી મીર (અંબિકા સ્કૂલ) દ્વિતીય સ્થાને અને આયશા શેખ (મૌલાના અબ્દુલ કલામ આઝાદ ગર્લ્સ હાઈસ્કૂલ) તૃતીય સ્થાને વિજેતા રહ્યા હતા. નિર્ણાયક તરીકે ડૉ. આશા પટેલે કામગીરી સંભાળી હતી. કાર્યક્રમનું સંચાલન ડૉ. તૃષા ગજ્જરે કર્યું હતું, જ્યારે આભારવિધિ ડૉ. નેહા હરિયાણીએ વ્યક્ત કરી હતી. અંતે કોલેજ પરિવાર દ્વારા વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેમના ઉજ્જ્વળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.