એસ.બી. ગાર્ડા કોલેજ, નવસારીમાં ‘ડિઝાઇન થીંકીંગ’ પર ઓનલાઈન વ્યાખ્યાન યોજાયું
દક્ષિણ ગુજરાતમાં શિક્ષણ અને સંસ્કારનું પ્રતીક એવી નવસારીની પ્રતિષ્ઠિત એસ.બી. ગાર્ડા કોલેજ, નવસારી વર્ષોથી વિદ્યાર્થીઓના સર્વાંગી અને બૌદ્ધિક વિકાસ માટે કટિબદ્ધ ઉચ્ચ શિક્ષણ સંસ્થા છે. આ જ શ્રેણીમાં કોલેજના ઇનોવેશન ક્લબ, SSIP અને I.Q.A. Cell ના સંયુક્ત ઉપક્રમે તા. ૦૫/૦૮/૨૦૨૬ ના રોજ ‘Unlocking Your Inner Innovator : Design Thinking, Creativity and Entrepreneurship’ વિષય પર એક વિશેષ ઓનલાઈન વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોલેજના ઇન્ચાર્જ આચાર્યશ્રી ડૉ. ધર્મવીર ગુર્જર સાહેબ દ્વારા પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવ્યું કે, વિદ્યાર્થીઓના વિચાર ખૂબ જ ઊંચા છે. પરંતુ હાલના સમયમાં તેનો અમલ કરવો ખૂબ જ જરૂરી છે. આ વેબિનારમાં મુખ્ય વક્તા તરીકે ઓનલાઈન ઉપસ્થિત રહેલા શ્રી કર્મજીતસિંહ બિહોલાએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ‘ડિઝાઇન થીંકીંગ પ્રોગ્રામ’ ના વિવિધ પાસાઓ અને આજના યુગમાં તેના મહત્વ વિશે વિગતવાર સમજ આપી હતી. આ સાથે જ, મનમાં આવતા સર્જનાત્મક વિચારોને વ્યવહારિક રીતે આજે જ અમલમાં કેવી રીતે મુકી શકાય, તે બાબત પર તેમણે ખૂબ જ ભારપૂર્વક સમજાવી વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ અને નવીનતા તરફ પ્રેરિત કર્યા હતા. આ પ્રસંગે કોલેજના ઉપાચાર્યશ્રી હિતેશભાઈ પટેલ સાહેબ, ઇનોવેશન ક્લબના અધ્યક્ષા ડૉ. નેહાબેન હરિયાણી તેમજ સમિતિના સભ્ય ડૉ. સંજય આહીર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ ઓનલાઈન શૈક્ષણિક કાર્યક્રમમાં કોલેજના કુલ ૫૪ જેટલા ઉત્સાહી વિદ્યાર્થીઓએ સક્રિયપણે ભાગ લીધો હતો. સમગ્ર ઓનલાઈન કાર્યક્રમનું સફળ અને સુંદર સંચાલન ડૉ. પ્રીતિ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે તમામ મહેમાનો, વક્તાશ્રી અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરતી આભારવિધિ ડૉ. જીલ ભાઠેના દ્વારા કરવામાં આવી હતી. આ શૈક્ષણિક વેબિનાર વિદ્યાર્થીઓ માટે ખૂબ જ પ્રેરણાદાયી અને માહિતીસભર રહ્યો હતો.
આ કાર્યક્રમના મુખ્ય વક્તાશ્રી કર્મજીતસિંહ બિહોલા દ્વારા ડિઝાઇન થીંકીંગ પ્રોગ્રામ વિશેનું મહત્વ સમજાવ્યું તેમજ વિચારોને આજે અમલમાં કેવી રીતે મુકવા તે તેમણે ખૂબ જ ભારપૂર્વક જણાવ્યું. આ કાર્યક્રમમાં ઉપાચાર્યશ્રી હિતેશભાઈ પટેલ સાહેબ તથા ઇનોવેશન ક્લબના અધ્યક્ષા ડૉ. નેહાબેન હરિયાણી તેમજ સમિતિના સભ્ય ડૉ. સંજય આહીર ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ ઓનલાઈન કાર્યક્રમમાં કુલ 54 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમનું સફળ સંચાલન ડૉ. પ્રીતિ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ સમગ્ર કાર્યક્રમની આભારવિધિ ડૉ. જીલ ભાઠેના દ્વારા કરવામાં આવી હતી.