Welcome to S.B. Garda College here is the scrolling line for latest update news or any other updates Welcome to S.B. Garda College here is the scrolling line for latest update news or any other updates

Recent Events

એસ. બી. ગાર્ડા કોલેજમાં આશીર્વાદના દીવડા કાર્યક્રમ યોજા...

Read More..

गार्डा कॉलेज, नवसारी में ‘हिन्दी दिवस’ के उपलक्ष्य में ...

Read More..

ગાર્ડા કોલેજમાં યોજાયો જોબ ફેર

Read More..

નવસારીની ગાર્ડા કોલેજમાં 'સિકલ સેલ રોગ જાગૃતિ કાર્યક્રમ...

Read More..

ગાર્ડા કોલેજમાં એક દિવસીય આંતરરાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો

Read More..

ગાર્ડા કોલેજ ખાતે ‘શિક્ષક દિન’ની ભવ્ય ઉજવણી

Read More..
View All

એસ.બી. ગાર્ડા કોલેજ, નવસારી દ્વારા “પ્રાર્થના સ્પર્ધા” નું આયોજન

04-08-2026

એસ.બી. ગાર્ડા કોલેજ, નવસારી દ્વારા “પ્રાર્થના સ્પર્ધા” નું આયોજન

             શિક્ષણની સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ, સાંસ્કૃતિક મૂલ્યો અને આધ્યાત્મિક સંસ્કારોના સિંચન માટે સતત વિવિધ શૈક્ષણિક, સાંસ્કૃતિક અને મૂલ્યલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરતી એસ.બી. ગાર્ડા કોલેજ, નવસારીના સાંસ્કૃતિક સમિતિ તથા આઈ.ક્યુ.એ. સેલના સંયુક્ત ઉપક્રમે તા. ૦૪/૦૮/૨૦૨૬ના રોજ કોલેજના ઇન્ચાર્જ આચાર્યશ્રી ડૉ. ધર્મવીર ગુર્જરના માર્ગદર્શન હેઠળ ‘પ્રાર્થના સ્પર્ધા’નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ ટી.વાય. બી.એ. સંસ્કૃત વિષયના વિદ્યાર્થીઓ દ્વારા શ્રીમદ્દ ભગવદ્દગીતાના પવિત્ર શ્લોકગાન સાથે ખુબ જ મંગલમય વાતાવરણમાં કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા ઇન્ચાર્જ આચાર્યશ્રી ડૉ. ધર્મવીર ગુર્જરે પ્રાર્થનાનું સાચું મહત્વ સમજાવ્યું હતું. તેમણે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, “આ સ્પર્ધાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં શૈક્ષણિક જ્ઞાન સાથે આધ્યાત્મિક ભાવોનું નિર્માણ કરવાનો છે. પ્રાર્થના એ ઈશ્વરની નજીક જવાનો સાચો પાસવર્ડ છે અને જો સાચા હૃદયથી પ્રાર્થના કરવામાં આવે તો તે પરમેશ્વર સુધી ચોક્કસ પહોંચે જ છે.” તેમણે રસપ્રદ પ્રસંગ વર્ણવીને વિદ્યાર્થીઓને પ્રભુમય જીવન જીવવાની પ્રેરણા આપી હતી. આ સ્પર્ધામાં કોલેજના જુદા-જુદા વિભાગના કુલ ૧૭ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધકોના સુમધુર કંઠ અને ભક્તિસભર પ્રસ્તુતિથી સમગ્ર કોલેજ કેમ્પસનું વાતાવરણ દિવ્ય અને મધુર બની ગયું હતું. આ સ્પર્ધામાં નિર્ણાયકશ્રીની ભૂમિકા શ્રી દીપકભાઈ રાણા અને શ્રીમતી લીના પટેલે ભજવી હતી. કઠિન હરીફાઈના અંતે નિર્ણાયકો દ્વારા વિજેતાઓની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં પ્રથમ ક્રમે ભંડેરી રીન્કુ (એસ.વાય. બી.કોમ.), દ્વિતીય ક્રમે જાદવ રિયા (એફ.વાય. બી.એ.) અને તૃતીય ક્રમે વૈદ્ય વ્યોમા (એફ.વાય. બી.એ.) વિજેતા રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ અને સુંદર સંચાલન ડૉ. તૃષા ગજ્જર દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે કાર્યક્રમના અંતે આભારવિધિ સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષા ડૉ. પુનિતા પટેલે કરી હતી આ આધ્યાત્મિક મહોત્સવમાં કોલેજના ઉપાચાર્ય શ્રી હિતેશભાઈ પટેલ, સાંસ્કૃતિક સમિતિના સભ્યો ડૉ. પ્રીતિ શાહ તથા ડૉ. જમસીદ મરોલીઆએ ખાસ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓની કલાને બિરદાવી અને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. આ સફળ આયોજન બદલ સમગ્ર એસ.બી. ગાર્ડા કોલેજ અને ગાર્ડા ટ્રસ્ટ પરિવાર તરફથી તમામ વિજેતાઓ અને ભાગ લેનાર સ્પર્ધકોને હાર્દિક અભિનંદન અને ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.