Welcome to S.B. Garda College here is the scrolling line for latest update news or any other updates Welcome to S.B. Garda College here is the scrolling line for latest update news or any other updates

Recent Events

એસ. બી. ગાર્ડા કોલેજમાં આશીર્વાદના દીવડા કાર્યક્રમ યોજા...

Read More..

गार्डा कॉलेज, नवसारी में ‘हिन्दी दिवस’ के उपलक्ष्य में ...

Read More..

ગાર્ડા કોલેજમાં યોજાયો જોબ ફેર

Read More..

નવસારીની ગાર્ડા કોલેજમાં 'સિકલ સેલ રોગ જાગૃતિ કાર્યક્રમ...

Read More..

ગાર્ડા કોલેજમાં એક દિવસીય આંતરરાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો

Read More..

ગાર્ડા કોલેજ ખાતે ‘શિક્ષક દિન’ની ભવ્ય ઉજવણી

Read More..
View All

એસ. બી. ગાર્ડા કોલેજ, નવસારીમાં રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર દિવસની ભવ્ય ઉજવણી

29-06-2026

નવસારીની ઐતિહાસિક અને અગ્રણી શૈક્ષણિક સંસ્થા એસ.બી. ગાર્ડા કોલેજ, નવસારી ખાતે કોલેજના આંકડાશાસ્ત્ર વિભાગ અને આઈ.ક્યુ.એ. સેલના સંયુક્ત ઉપક્રમે તા. ૨૯/૦૬/૨૦૨૬ ના રોજ પ્રો. પી.સી. મહાલનોબીસની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી. કાર્યક્રમની શરૂઆત કુ. ક્રિષ્ના વારુળકરની સુંદર પ્રાર્થનાથી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં કોલેજના ઇન્ચાર્જ આચાર્યશ્રી ડૉ. ધર્મવીર ગુર્જર, ઉપાચાર્યશ્રી ડૉ. હિતેશ પટેલ તેમજ મુખ્ય વક્તા તરીકે ડૉ. આર. ડી. પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ઇન્ચાર્જ આચાર્યશ્રી ડૉ. ધર્મવીર ગુર્જર સાહેબે પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવ્યું કે, આવનાર દિવસોમાં આંકડાશાસ્ત્રનું ભવિષ્ય ઉજ્જવળ હોય વિદ્યાર્થીઓએ વિષયની ગંભીરતા સમજી આગળ વધવાની જરૂર છે. આ કાર્યક્રમના મુખ્ય વક્તા ડૉ. આર.ડી. પટેલ દ્વારા આંકડાશાસ્ત્રના આધુનિક સમયમાં વધતા મહત્વ, સંશોધન અને વિવિધ ક્ષેત્રોમાં તેના ઉપયોગ અંગે માહિતીસભર અને પ્રેરણાદાયી વક્તવ્ય આપવામાં આવ્યું હતું, જેને ઉપસ્થિત સૌએ ખૂબ જ સરાહ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીમિત્રોએ રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર દિવસના મહત્વ, આંકડાશાસ્ત્રના વિવિધ ક્ષેત્રોમાં ઉપયોગ તેમજ તેના રાષ્ટ્રીય વિકાસમાં યોગદાન અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમના સફળ આયોજન માટે આંકડાશાસ્ત્ર વિભાગના અધ્યક્ષશ્રી નિપુલ મિસ્ત્રી દ્વારા વિશેષ આયોજન અને જહેમત ઉઠાવવામાં આવી હતી. તેમના માર્ગદર્શન અને વિભાગના તમામ સભ્યોના સહયોગથી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. કાર્યક્રમનું સફળ સંચાલન ડૉ. સંજય આહીર દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે આભારવિધિ પ્રોફેસર ઝીલ ભાઠેના દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં અધ્યાપકગણ, કર્મચારીમિત્રો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીમિત્રોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર દિવસની ઉજવણીને સફળ બનાવી હતી.