Welcome to S.B. Garda College here is the scrolling line for latest update news or any other updates Welcome to S.B. Garda College here is the scrolling line for latest update news or any other updates

Recent Events

એસ. બી. ગાર્ડા કોલેજમાં આશીર્વાદના દીવડા કાર્યક્રમ યોજા...

Read More..

गार्डा कॉलेज, नवसारी में ‘हिन्दी दिवस’ के उपलक्ष्य में ...

Read More..

ગાર્ડા કોલેજમાં યોજાયો જોબ ફેર

Read More..

નવસારીની ગાર્ડા કોલેજમાં 'સિકલ સેલ રોગ જાગૃતિ કાર્યક્રમ...

Read More..

ગાર્ડા કોલેજ ખાતે ‘શિક્ષક દિન’ની ભવ્ય ઉજવણી

Read More..

એસ.બી. ગાર્ડા કોલેજ, નવસારી ખાતે ‘મ્યુચ્યુઅલ ફંડ અને વી...

Read More..
View All

ગાર્ડા કોલેજમાં એક દિવસીય આંતરરાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો

08-09-2026

ગાર્ડા કોલેજમાં એક દિવસીય આંતરરાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો

 

નવસારીની અગ્રગણ્ય ગાર્ડા કોલેજમાં ઈન્ચાર્જ આચાર્યશ્રી ડો. ધર્મવીર એમ. ગુર્જર સાહેબના અધ્યક્ષપણા હેઠળ ‘A One-Day International Multidisciplinary Conference Heritage to Horizon: Innovation for a Sustainable Future’ વિષય પર આંતરરાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિસંવાદમાં ઈન્ડોનેશિયાથી Dr. I Gede Adhitya Wisnu Wardhana, Associate Professor, University of Mataram મુખ્ય વક્તા તરીકે અને Dr. Gaurang Rami, Professor and Head, Department of Economics, VNSGU, Surat તજજ્ઞ વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થીનીઓની સુમધુર પ્રાર્થના અને મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્યથી થઈ હતી. આવકાર પ્રવચનમાં ડો. ધર્મવીર એમ. ગુર્જર સાહેબે ગાર્ડા કોલેજમાં પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો તે માટે રાજીપો વ્યક્ત કરી સૌને આવકાર્યા હતાં. ગાર્ડા કોલેજ ટ્રસ્ટના સેક્રેટરીશ્રી કેરસી દેબુ સાહેબે નવસારી શહેરના હેરિટેજ અને તેની જાળવણી પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા અને ટ્રસ્ટી શ્રી હોરમઝ અવારી અને શ્રી જાલ ગાર્ડા સાહેબે ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી. આ આંતરરાષ્ટ્રીય પરિસંવાદના મુખ્ય મહેમાન એવા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો. કિશોર સિંહ ચાવડા સાહેબે આંતરરાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવા બદલ અભિનંદન અને  સફળતા માટે શુભકામનાઓ પાઠવી હતી. મુખ્ય વક્તાશ્રી Dr. I Gede Adhitya Wisnu Wardhanaએ પોતાના વકતવ્યમાં ભારત અને ઈન્ડોનેશિયાની સાંસ્કૃતિક વારસાનો ઐતિહાસિક પરિચય આપી બંને દેશો વચ્ચેની સાંસ્કૃતિક સામ્યતાઓનો પ્રેઝેન્ટેશન દ્વારા ઊંડાણપૂર્વક પરિચય કરાવ્યો હતો. તજજ્ઞ વક્તાશ્રી  Dr. Gaurang Rami એ વિકસિત ભારત 2047 અંગેના વિવિધ આયામોની ઝાંખી કરાવીને તે દિશામાં રહેલા પ્રશ્નોના ઉકેલ સદ્રષ્ટાંત ઉદાહરણો દ્વારા રજૂ કર્યા હતા. આ આંતરરાષ્ટ્રીય પરિસંવાદના સમાપન સમારંભમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડો. આર. સી. ગઢવી સર ઉપસ્થિત રહ્યા હતાં.  એમણે આ સફળ આયોજન માટે સમગ્ર ગાર્ડા કોલેજ પરિવારને અભિનંદન પાઠવ્યા હતા અને પરિસંવાદમાં શ્રેષ્ઠ સંશોધનપત્રો રજૂ કરનારને એમના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતાં. આ આંતરરાષ્ટ્રીય પરિસંવાદમાં કુલ 304 સંશોધકોએ ભાગ લઈ વિભિન્ન વિષયો પર સંશોધન પત્રો રજૂ કર્યા હતા. આ પરિસંવાદનું આયોજન IQA Cellના કો-ઓર્ડિનેટર ડો. હિતેશ જે. પટેલના માર્ગદર્શન હેઠળ કોલેજ પરિવારના સહિયારા પ્રયાસો થકી કરવામાં આવ્યું હતું.