Welcome to S.B. Garda College here is the scrolling line for latest update news or any other updates Welcome to S.B. Garda College here is the scrolling line for latest update news or any other updates

Recent Events

એસ. બી. ગાર્ડા કોલેજમાં આશીર્વાદના દીવડા કાર્યક્રમ યોજા...

Read More..

गार्डा कॉलेज, नवसारी में ‘हिन्दी दिवस’ के उपलक्ष्य में ...

Read More..

નવસારીની ગાર્ડા કોલેજમાં 'સિકલ સેલ રોગ જાગૃતિ કાર્યક્રમ...

Read More..

ગાર્ડા કોલેજમાં એક દિવસીય આંતરરાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો

Read More..

ગાર્ડા કોલેજ ખાતે ‘શિક્ષક દિન’ની ભવ્ય ઉજવણી

Read More..

એસ.બી. ગાર્ડા કોલેજ, નવસારી ખાતે ‘મ્યુચ્યુઅલ ફંડ અને વી...

Read More..
View All

ગાર્ડા કોલેજમાં યોજાયો જોબ ફેર

11-09-2026

ગાર્ડા કોલેજમાં યોજાયો જોબ ફેર

તા. 11-09-2026 ના રોજ નવસારીની ગાર્ડા કોલેજમાં ઈન્ચાર્જ આચાર્યશ્રી ડૉ. ધર્મવીર એમ. ગુર્જર સાહેબના અધ્યક્ષપણા હેઠળ જોબ ફેર યોજાયો હતો. વિદ્યાર્થીઓ ફૂલ ટાઈમ - પાર્ટ ટાઈમ નોકરી દ્વારા પોતે આર્થિક સધ્ધર બને તે ઉપરાંત કંપનીઓમાં ઈન્ટરવ્યૂ કેવી રીતે આપી શકાય એવા ઉમદા હેતુથી આ જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જોબ ફેરમાં કુલ 31 કંપનીઓ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓના ઈન્ટરવ્યૂ લીધા હતા. આ ઈન્ટરવ્યૂમાં કુલ 131 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. એ પૈકી 151 વિદ્યાર્થીઓ મલ્ટિપલ કંપનીઓમાં પ્રાથમિક ધોરણે પસંદગી પામ્યા હતા અને કંપની દ્વારા એમને જોબ ઓફર લેટર પણ આપવામાં હતા. આ પ્લેસમેન્ટ કેમ્પ IQA Cellના કો- ઓર્ડિનેટર ડૉ. હિતેશ જે. પટેલના માર્ગદર્શન હેઠળ પ્લેસમેન્ટ સેલના કો- ઓર્ડિનેટર ડૉ. અશ્વિન શર્મા અને ગાર્ડા કોલેજના શૈક્ષણિક અને વહીવટી કર્મચારીઓની પ્રશંસનીય કામગીરીથી સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.