Welcome to S.B. Garda College here is the scrolling line for latest update news or any other updates Welcome to S.B. Garda College here is the scrolling line for latest update news or any other updates

Recent Events

એસ. બી. ગાર્ડા કોલેજમાં આશીર્વાદના દીવડા કાર્યક્રમ યોજા...

Read More..

गार्डा कॉलेज, नवसारी में ‘हिन्दी दिवस’ के उपलक्ष्य में ...

Read More..

ગાર્ડા કોલેજમાં યોજાયો જોબ ફેર

Read More..

નવસારીની ગાર્ડા કોલેજમાં 'સિકલ સેલ રોગ જાગૃતિ કાર્યક્રમ...

Read More..

ગાર્ડા કોલેજમાં એક દિવસીય આંતરરાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો

Read More..

ગાર્ડા કોલેજ ખાતે ‘શિક્ષક દિન’ની ભવ્ય ઉજવણી

Read More..
View All

ગાર્ડા કોલેજમાં ‘લાઈબ્રેરી ઓરિએન્ટેશન પ્રોગ્રામ’ સંપન્ન: ૭૨૫થી વધુ વિદ્યાર્થીઓએ લીધો લાભ

02-09-2026

ગાર્ડા કોલેજમાં ‘લાઈબ્રેરી ઓરિએન્ટેશન પ્રોગ્રામ’ સંપન્ન: ૭૨૫થી વધુ વિદ્યાર્થીઓએ લીધો લાભ
શૈક્ષણિક ગુણવત્તા સાથે વિદ્યાર્થીઓમાં જ્ઞાનસંસાધનોના મહત્તમ ઉપયોગની દિશામાં અગ્રેસર એસ. બી. ગાર્ડા કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને લાઈબ્રેરીની સુવિધાઓ અને સેવાઓથી માહિતગાર કરવા તેમજ લાઈબ્રેરીનો અસરકારક ઉપયોગ કરવા પ્રેરિત કરવાના હેતુથી તા. ૦૨ થી ૦૩ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના ઇન્ચાર્જ આચાર્યશ્રી ડૉ. ધર્મવીર ગુર્જર, ઉપાચાર્યશ્રી ડૉ. હિતેશભાઈ પટેલ અને લાઈબ્રેરી સલાહ સમિતિના સભ્યશ્રી ડૉ. અશ્વિન શર્માના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને લાઈબ્રેરીમાં ઉપલબ્ધ વિવિધ સેવાઓ, લાઈબ્રેરીના નિયમો, ઉપલબ્ધ શૈક્ષણિક સંસાધનો તથા લાઈબ્રેરીનો વધુમાં વધુ અને અસરકારક ઉપયોગ કેવી રીતે કરી શકાય તે અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા લાઈબ્રેરીના ઉપયોગ અંગે પૂછવામાં આવેલા પ્રશ્નો તથા તેમની વિવિધ મૂંઝવણોનું પણ યોગ્ય નિરાકરણ કરવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૨૬-૨૭ માં નવા પ્રવેશ મેળવનાર બી.એ. અને બી.કોમ. ના વિદ્યાર્થીઓને લાઈબ્રેરીની વિવિધ સુવિધાઓ અને સેવાઓથી પરિચિત કરાવવા તથા તેમના અભ્યાસમાં લાઈબ્રેરીનો મહત્તમ ઉપયોગ થાય તે હેતુથી આ અભિમુખતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બે દિવસ દરમિયાન યોજાયેલા આ કાર્યક્રમનો કુલ ૭૨૫ વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. કાર્યક્રમનું સંચાલન કુમારી શોભના ટી. સરવૈયા અને શ્રીમતી ડિમ્પલ એલ. પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને લાઈબ્રેરીના જ્ઞાનસ્રોતોનો અભ્યાસલક્ષી ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરતો આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.