Welcome to S.B. Garda College here is the scrolling line for latest update news or any other updates Welcome to S.B. Garda College here is the scrolling line for latest update news or any other updates

Recent Events

એસ. બી. ગાર્ડા કોલેજમાં આશીર્વાદના દીવડા કાર્યક્રમ યોજા...

Read More..

गार्डा कॉलेज, नवसारी में ‘हिन्दी दिवस’ के उपलक्ष्य में ...

Read More..

ગાર્ડા કોલેજમાં યોજાયો જોબ ફેર

Read More..

નવસારીની ગાર્ડા કોલેજમાં 'સિકલ સેલ રોગ જાગૃતિ કાર્યક્રમ...

Read More..

ગાર્ડા કોલેજમાં એક દિવસીય આંતરરાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો

Read More..

ગાર્ડા કોલેજ ખાતે ‘શિક્ષક દિન’ની ભવ્ય ઉજવણી

Read More..
View All

ગાર્ડા કોલેજમાં ‘વિશ્વ આદિવાસી દિવસ’ નિમિત્તે વ્યાખ્યાન યોજાયું

08-08-2026

ગાર્ડા કોલેજમાં ‘વિશ્વ આદિવાસી દિવસ’ નિમિત્તે વ્યાખ્યાન યોજાયું

દક્ષિણ ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે અગ્રણી, દીર્ઘકાલીન શૈક્ષણિક પરંપરા અને ભવ્ય ઇતિહાસ ધરાવતી પ્રતિષ્ઠિત સંસ્થા એસ. બી. ગાર્ડા કોલેજ, નવસારીના SC/ST સેલ તેમજ I.Q.A. સેલના સંયુક્ત ઉપક્રમે તા. ૦૮/૦૮/૨૦૨૬ ના રોજ ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણીના ભાગરૂપે વ્યાખ્યાનનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વર્તમાન સમયની અનિવાર્યતાને ધ્યાનમાં રાખીને ‘આદિવાસી જીવનશૈલી અને આધુનિકતાના સંદર્ભે - પ્રકૃતિ, પ્રગતિ અને યુવા પેઢીની ભૂમિકા વચ્ચે સંતુલન’ જેવો વિષય પસંદ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમની મંગલ શરૂઆત કોલેજની વિદ્યાર્થિની કુ. રીયા જાદવ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલી સુમધુર પ્રાર્થનાથી થઈ હતી. ત્યારબાદ કોલેજના ઇન્ચાર્જ આચાર્યશ્રી ડૉ. ધર્મવીર ગુર્જર સાહેબે પોતાના પ્રવચનમાં આદિવાસી સંસ્કૃતિના ભવ્ય વારસા, પ્રકૃતિપ્રેમ અને તેમના ગૌરવવંતા ઇતિહાસ પર વિસ્તૃત પ્રકાશ પાડતા જણાવ્યું કે આદિવાસી સમાજ હંમેશાથી પ્રકૃતિનો રક્ષક રહ્યો છે અને તેમની જીવનશૈલીમાંથી આજે સમગ્ર વિશ્વએ ઘણું શીખવાની જરૂર છે. કાર્યક્રમના મુખ્ય વક્તાશ્રી બિપીન ચૌધરીનો પરિચય ડૉ. આશા પટેલ દ્વારા ખૂબ જ સુંદર શૈલીમાં આપવામાં આવ્યો હતો. કોલેજના ઇન્ચાર્જ આચાર્યશ્રી ડૉ. ધર્મવીર ગુર્જરના હસ્તે મુખ્ય મહેમાનશ્રી બિપીન ચૌધરી અને અતિથિ વિશેષશ્રી ડૉ. ચેતન પટેલનું પુષ્પગુચ્છ અને સ્મૃતિભેટ અર્પણ કરીને આદરપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય વક્તાશ્રી બિપીન ચૌધરીએ પોતાના ઉદ્દબોધનથી આદિવાસી જીવનશૈલીના વિવિધ પાસાઓ અને પર્યાવરણ સાથેના તેમના અતુટ સબંધો વિશે વાત કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આજના આધુનિક અને ટેકનોલોજીના યુગમાં ભૌતિક પ્રગતિ જરૂરી છે, પરંતુ તે પ્રકૃતિના ભોગે ન હોવી જોઈએ. આદિવાસી સંસ્કૃતિ આપણને કુદરત સાથે તાલ મિલાવીને જીવતા શીખવે છે. ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણીય કટોકટીના આ સમયમાં પ્રકૃતિ અને પ્રગતિ વચ્ચે સંતુલન જાળવવામાં આજની યુવા પેઢીની ભૂમિકા સૌથી મહત્વની છે અને યુવાનોએ આ જવાબદારી સભાનતાપૂર્વક ઉપાડવી પડશે. કોલેજના ઉપાચાર્યશ્રી ડૉ. હિતેશ પટેલ તેમજ SC/ST સેલના સભ્યો ડૉ. ઉષા પરમાર અને શ્રી મિલન રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પ્રાસંગિક હાજરી આપીને કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. સમગ્ર વ્યાખ્યાન કાર્યક્રમનું સફળ સંચાલન ડૉ. આશા પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ડૉ. અરવિંદભાઇ પટેલ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ માહિતીપ્રદ અને વૈચારિક વ્યાખ્યાનમાં કોલેજના શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફ મિત્રો તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ-બહેનો હાજર રહ્યા હતા અને કાર્યક્રમને ભવ્ય સફળતા અપાવી હતી.