Welcome to S.B. Garda College here is the scrolling line for latest update news or any other updates Welcome to S.B. Garda College here is the scrolling line for latest update news or any other updates

Recent Events

એસ. બી. ગાર્ડા કોલેજમાં આશીર્વાદના દીવડા કાર્યક્રમ યોજા...

Read More..

गार्डा कॉलेज, नवसारी में ‘हिन्दी दिवस’ के उपलक्ष्य में ...

Read More..

ગાર્ડા કોલેજમાં યોજાયો જોબ ફેર

Read More..

નવસારીની ગાર્ડા કોલેજમાં 'સિકલ સેલ રોગ જાગૃતિ કાર્યક્રમ...

Read More..

ગાર્ડા કોલેજમાં એક દિવસીય આંતરરાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો

Read More..

ગાર્ડા કોલેજ ખાતે ‘શિક્ષક દિન’ની ભવ્ય ઉજવણી

Read More..
View All

ગાર્ડા કોલેજમાં ‘સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શન અને સહાય કાર્યક્રમ’ યોજાયો

12-08-2026

ગાર્ડા કોલેજમાં ‘સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શન અને સહાય કાર્યક્રમ’ યોજાયો

નવસારીની પ્રતિષ્ઠિત અને દક્ષિણ ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર એવી એસ.બી. ગાર્ડા કોલેજ હંમેશા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ, કારકિર્દી ઘડતર અને સામાજિક ઉત્થાન માટે કટિબદ્ધ રહી છે. આ જ પરંપરાને આગળ ધપાવતા વિદ્યાર્થીઓ સરકારી તથા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા પ્રાપ્ત કરી શકે તેવા ઉમદા આશયથી કોલેજના ઇન્ચાર્જ આચાર્યશ્રી ડૉ. ધર્મવીર ગુર્જર સાહેબના માર્ગદર્શન હેઠળ ‘સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શન અને સહાય કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના કરીયર ગાયડન્સ એન્ડ પ્લેસમેન્ટ સેલ, Socio-Economical Disadvantages Cell અને I.Q.A. Cell ના સંયુક્ત ઉપક્રમે તા. ૧૨/૦૮/૨૦૨૬ના રોજ Open - General Category, OBC અને EWS Categoryના વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે આ માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને વિવિધ સરકારી તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી, પરીક્ષા પદ્ધતિ, અભ્યાસક્રમ, સમય આયોજન, ઉપલબ્ધ તકો અને યોગ્ય કારકિર્દી માર્ગ અંગે ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડવાનો હતો. આ કાર્યક્રમનો પ્રારંભ કુ. રીન્કુ ભંડેરી દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલી પ્રાર્થનાથી થયો હતો. કોલેજના ઉપાચાર્યશ્રી ડૉ. હિતેશભાઈ પટેલ સાહેબે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું કે, આજના સ્પર્ધાત્મક યુગમાં માત્ર શૈક્ષણિક ડિગ્રી મેળવવી પૂરતી નથી. સરકારી સેવા, બેંકિંગ, વહીવટી સેવા, રેલવે, SSC, GPSC, UPSC તેમજ અન્ય વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ થવા માટે યોગ્ય દિશા, સતત મહેનત, સમયનું આયોજન, સચોટ માર્ગદર્શન અને આત્મવિશ્વાસ ખૂબ જરૂરી છે. કાર્યક્રમના વક્તાશ્રી પંકજભાઈ સોસાએ વિદ્યાર્થીઓને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં રહેલી કારકિર્દીની તકો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, સરકારી સેવા ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઇચ્છતા વિદ્યાર્થીઓએ સૌપ્રથમ પોતાની રુચિ અને ક્ષમતાને અનુરૂપ પરીક્ષાની પસંદગી કરી તેના અભ્યાસક્રમ અને પરીક્ષા પદ્ધતિને સમજવી જરૂરી છે તેમણે વિદ્યાર્થીઓને મોબાઇલ અને સોશિયલ મીડિયાના બિનજરૂરી ઉપયોગથી દૂર રહી અભ્યાસમાં એકાગ્રતા જાળવવા તથા નિષ્ફળતાથી નિરાશ થયા વિના સતત પ્રયત્નશીલ રહેવા પ્રેરિત કર્યા હતા. ત્યારબાદ વક્તાશ્રી પિન્કેશભાઈ ગાંધીએ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં નિયમિતતા, ધીરજ અને શિસ્તના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે પરીક્ષાના અભ્યાસક્રમને સમજી વિષયવાર અભ્યાસનું આયોજન કરવા, પુનરાવર્તન કરવા તથા સમયમર્યાદામાં પ્રશ્નો ઉકેલવાની પ્રેક્ટિસ કરવા પર ભાર મૂક્યો હતો. વક્તાશ્રીના માર્ગદર્શન બાદ ઓપન પ્રશ્નોત્તરી સત્ર રાખવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ પોતાની કારકિર્દી અને પરીક્ષા સંબંધિત મૂંઝવણો રજૂ કરી હતી અને વક્તાશ્રીઓએ તેનું સરળ શૈલીમાં નિરાકરણ કર્યું હતું. કાર્યક્રમના અંતે શ્રી કિશોરભાઈ પટેલ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સુચારુ અને કુશળ સંચાલન ડૉ. અશ્વિન શર્મા દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે યોગ્ય દિશા, માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડવામાં મહત્વપૂર્ણ સાબિત થયો હતો. કોલેજના આ પ્રયાસને વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સાહપૂર્વક આવકારવામાં આવ્યો હતો.