Welcome to S.B. Garda College here is the scrolling line for latest update news or any other updates Welcome to S.B. Garda College here is the scrolling line for latest update news or any other updates

Recent Events

એસ. બી. ગાર્ડા કોલેજમાં આશીર્વાદના દીવડા કાર્યક્રમ યોજા...

Read More..

गार्डा कॉलेज, नवसारी में ‘हिन्दी दिवस’ के उपलक्ष्य में ...

Read More..

ગાર્ડા કોલેજમાં યોજાયો જોબ ફેર

Read More..

નવસારીની ગાર્ડા કોલેજમાં 'સિકલ સેલ રોગ જાગૃતિ કાર્યક્રમ...

Read More..

ગાર્ડા કોલેજમાં એક દિવસીય આંતરરાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો

Read More..

એસ.બી. ગાર્ડા કોલેજ, નવસારી ખાતે ‘મ્યુચ્યુઅલ ફંડ અને વી...

Read More..
View All

ગાર્ડા કોલેજ ખાતે ‘શિક્ષક દિન’ની ભવ્ય ઉજવણી

05-09-2026

ગાર્ડા કોલેજ ખાતે ‘શિક્ષક દિન’ની ભવ્ય ઉજવણી

નવસારી જિલ્લાના શૈક્ષણિક ક્ષેત્રે ગુણવત્તાયુક્ત શિક્ષણ, સંસ્કાર અને સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ માટે આગવી ઓળખ ધરાવતી એસ.બી. ગાર્ડા કોલેજ ખાતે મનોવિજ્ઞાન વિભાગ અને આઈ.ક્યુ.એ. સેલના સંયુક્ત ઉપક્રમે તા. ૦૫/૦૯/૨૦૨૬ના રોજ ‘શિક્ષક દિન’ નિમિત્તે ગરિમાપૂર્ણ ઉજવણી સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ મનોવિજ્ઞાન વિભાગના એડહોક અધ્યાપિકા કુ. દિવ્યાની ટંડેલ દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મનોવિજ્ઞાન વિભાગના ડૉ. અશ્વિન શર્માએ કાર્યક્રમની પૂર્વભૂમિકા બાંધતા શિક્ષક દિનના આયોજનનો મુખ્ય હેતુ અને તેનું મહત્વ સ્પષ્ટ કર્યું હતું. આ કાર્યક્રમમાં કોલેજના ઉપાચાર્યશ્રી ડૉ. હિતેશ પટેલ સાહેબે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, શિક્ષક વિદ્યાર્થીના જીવનના સાચા માર્ગદર્શક અને વ્યક્તિત્વ ઘડતર કરનાર છે. તેમણે બદલાતા આધુનિક યુગમાં શિક્ષકની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડી વિદ્યાર્થીઓને શિક્ષકો પ્રત્યે આદરભાવ રાખવા તથા તેમના જ્ઞાન અને સંસ્કારોને જીવનમાં ઉતારવા પ્રેરણા આપી હતી. આ પ્રસંગે ડૉ. સમીરા ખલીફાએ પ્રાસંગિક ઉદ્દબોધન આપ્યું હતું, જેમાં તેમણે વિદ્યાર્થીઓના જીવન ઘડતરમાં ગુરુના યોગદાન વિશે ચર્ચા કરી હતી. ત્યારબાદ કુ. દિવ્યાની ટંડેલે પોતાના વક્તવ્યમાં ભારતીય સંસ્કૃતિમાં ‘શિક્ષક દિનના મહિમા’ અને ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જીવન આદર્શો પર સુંદર પ્રકાશ પાડ્યો હતો. કાર્યક્રમના મુખ્ય આકર્ષણ સમાન બીજરૂપ અધ્યક્ષીય ઉદ્દબોધન આપતા કોલેજના ઇન્ચાર્જ આચાર્યશ્રી ડૉ. ધર્મવીર ગુર્જરે સાહેબે જણાવ્યું હતું કે, ગાર્ડા કોલેજ હંમેશાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ રહી છે. તેમણે આજના આધુનિક યુગમાં પણ ગુરુ-શિષ્યના પવિત્ર સંબંધોની ગરિમા જાળવી રાખવા અને રાષ્ટ્ર નિર્માણમાં શિક્ષકોની ભૂમિકા અંગે પ્રેરણાદાયી વિચારો રજૂ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન તેમજ આભારવિધિ ડૉ. સમીરા ખલીફા દ્વારા કરવામાં આવી હતી. શિક્ષક દિન નિમિત્તે આયોજિત આ કાર્યક્રમ દ્વારા શિક્ષક પ્રત્યે આદર અને કૃતજ્ઞતાની ભાવનાને ઉજાગર કરવાની સાથે વિદ્યાર્થીઓમાં શિક્ષકના યોગદાન અને શિક્ષણના મૂલ્ય અંગે જાગૃતિ કેળવવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો.