Welcome to S.B. Garda College here is the scrolling line for latest update news or any other updates Welcome to S.B. Garda College here is the scrolling line for latest update news or any other updates

Recent Events

એસ. બી. ગાર્ડા કોલેજમાં આશીર્વાદના દીવડા કાર્યક્રમ યોજા...

Read More..

गार्डा कॉलेज, नवसारी में ‘हिन्दी दिवस’ के उपलक्ष्य में ...

Read More..

ગાર્ડા કોલેજમાં યોજાયો જોબ ફેર

Read More..

નવસારીની ગાર્ડા કોલેજમાં 'સિકલ સેલ રોગ જાગૃતિ કાર્યક્રમ...

Read More..

ગાર્ડા કોલેજમાં એક દિવસીય આંતરરાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો

Read More..

ગાર્ડા કોલેજ ખાતે ‘શિક્ષક દિન’ની ભવ્ય ઉજવણી

Read More..
View All

ગાર્ડા કોલેજ નવસારીની અનોખી પહેલ : ‘અન્ન દાન અને વસ્ત્ર દાન’ કાર્યક્રમ યોજાયો

07-08-2026

ગાર્ડા કોલેજ નવસારીની અનોખી પહેલ : ‘અન્ન દાન અને વસ્ત્ર દાન’ કાર્યક્રમ યોજાયો

શિક્ષણની સાથે સામાજિક ઉત્તરદાયિત્વ અને સંસ્કાર સિંચનમાં હંમેશા અગ્રેસર એવી નવસારીની નામાંકિત શૈક્ષણિક સંસ્થા એસ. બી. ગાર્ડા કોલેજ, નવસારી ખાતે તા. ૦૭ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ એક ભવ્ય સામાજિક સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના રાષ્ટ્રીય સેવા યોજના, સોરાબજી ઇકો ક્લબ તથા I.Q.A. સેલના સંયુક્ત ઉપક્રમે ‘અન્ન દાન અને વસ્ત્ર દાન’ કાર્યક્રમ અંતર્ગત જરૂરિયાતમંદ લોકોની વહારે આવવાનો એક ઉમદા માનવતાવાદી પ્રયાસ કરવામાં આવ્યો હતો. સમગ્ર સેવાકાર્યની શરૂઆત તુલસી સ્તોત્રથી કરવામાં આવી હતી. આ પ્રસંગે કોલેજના ઇન્ચાર્જ આચાર્યશ્રી ડૉ. ધર્મવીર ગુર્જર સાહેબે પોતાના પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે, શિક્ષણ માત્ર પુસ્તકીય જ્ઞાન પૂરતું સીમિત નથી, પરંતુ સમાજના વંચિત અને જરૂરિયાતમંદ વર્ગની પીડાને સમજીને તેમની મદદે આવવું એ જ સાચા અર્થમાં શિક્ષણની સાર્થકતા છે. તેમણે અન્નદાન અને વસ્ત્રદાનને માનવસેવાના શ્રેષ્ઠ માધ્યમ ગણાવી વિદ્યાર્થીઓને આજીવન આવા સેવાકાર્યો સાથે જોડાયેલા રહેવા પ્રેરણા આપી હતી. આ સેવાયજ્ઞને કાર્યક્રમ પૂરતો સીમિત ન રાખી કોલેજ પરિવાર દ્વારા તેને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવાની સુંદર પહેલ કરવામાં આવી હતી. નવસારી શહેરના રીંગ રોડ આસપાસના વિસ્તારો, ટાટા સ્કૂલ બસ સ્ટોપ તથા માછીવાડ વિસ્તારમાં કુલ ૧૧૦ અનાજ કીટનું વિતરણ તેમજ આ ઉપરાંત જરૂરિયાતમંદ લોકોને પારલે-જી બિસ્કિટ તથા વસ્ત્રોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકાર્યમાં કોલેજના સ્વયંસેવકો સાથે NSS પ્રોગ્રામ ઓફિસરશ્રી ડૉ. અશ્વિન શર્મા તથા સોરાબજી ઇકો ક્લબના અધ્યક્ષા ડૉ. રાધા ગૌતમ દ્વારા સક્રિય ઉપસ્થિતિ સાથે સેવાભાવપૂર્વક વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કોલેજના ઇન્ચાર્જ આચાર્યશ્રી ડૉ. ધર્મવીર ગુર્જર, ઉપાચાર્યશ્રી હિતેશભાઈ પટેલ, અધ્યાપકમિત્રો તેમજ મોટી સંખ્યામાં ઉત્સાહી વિદ્યાર્થી ભાઈ-બહેનોએ સેવાભાવ સાથે સહભાગી બની અન્ન અને વસ્ત્ર દાન કર્યું હતું. કોલેજ પરિવાર અને વિદ્યાર્થીઓ દ્વારા એકત્રિત કરવામાં આવેલી સામગ્રી જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવામાં આવતા આ માનવતાવાદી પહેલની સૌએ મુક્ત કંઠે પ્રશંસા કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન શ્રી કિશોરભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે આભારવિધિ ડૉ. તૃપ્તિ વ્યાસ દ્વારા કરવામાં આવી હતી. આ ઉમદા સેવાયજ્ઞને સફળ બનાવવા માટે કોલેજના રાષ્ટ્રીય સેવા યોજના, સોરાબજી ઇકો ક્લબ તથા I.Q.A. સેલના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. ‘સેવા પરમો ધર્મઃ’ના સંદેશને સાકાર કરતી ગાર્ડા કોલેજની આ પહેલે શિક્ષણ સાથે માનવતા અને સામાજિક જવાબદારીનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.