Welcome to S.B. Garda College here is the scrolling line for latest update news or any other updates Welcome to S.B. Garda College here is the scrolling line for latest update news or any other updates

Recent Events

એસ. બી. ગાર્ડા કોલેજમાં આશીર્વાદના દીવડા કાર્યક્રમ યોજા...

Read More..

गार्डा कॉलेज, नवसारी में ‘हिन्दी दिवस’ के उपलक्ष्य में ...

Read More..

ગાર્ડા કોલેજમાં યોજાયો જોબ ફેર

Read More..

નવસારીની ગાર્ડા કોલેજમાં 'સિકલ સેલ રોગ જાગૃતિ કાર્યક્રમ...

Read More..

ગાર્ડા કોલેજમાં એક દિવસીય આંતરરાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો

Read More..

ગાર્ડા કોલેજ ખાતે ‘શિક્ષક દિન’ની ભવ્ય ઉજવણી

Read More..
View All

નવસારીની ગાર્ડા કોલેજમાં રાષ્ટ્રીય સેવા યોજના અભિમુખતા કાર્યક્રમ યોજાયો

17-08-2026

નવસારીની ગાર્ડા કોલેજમાં રાષ્ટ્રીય સેવા યોજના અભિમુખતા કાર્યક્રમ યોજાયો

નવસારી શહેરમાં શૈક્ષણિક ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતી એસ.બી. ગાર્ડા કોલેજ ખાતે શિક્ષણની સાથે વિદ્યાર્થીઓમાં સેવાભાવ, સામાજિક જવાબદારી અને રાષ્ટ્રપ્રેમની ભાવના વિકસે તે માટે વિવિધ શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. આ જ પરંપરાને આગળ ધપાવતા કોલેજના ઇન્ચાર્જ આચાર્યશ્રી ડૉ. ધર્મવીર ગુર્જર સાહેબના માર્ગદર્શન હેઠળ NSS (રાષ્ટ્રીય સેવા યોજના) અને I.Q.A. Cellના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય સેવા યોજના અભિમુખતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત કુ. વ્યોમા વૈદ્ય દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલી પ્રાર્થનાથી થઈ હતી. કોલેજના ઉપાચાર્યશ્રી ડૉ. હિતેશભાઈ પટેલ સાહેબે પોતાના ઉદ્દબોધનમાં NSSના મહત્વ પર પ્રકાશ પાડી વિદ્યાર્થીઓને રાષ્ટ્રનિર્માણ અને સામાજિક કાર્યોમાં સક્રિય યોગદાન આપવા પ્રેરણા પૂરી પાડી હતી. વર્તમાન સમયની ડિજિટલ ક્રાંતિ અને યુવા સશક્તિકરણને ધ્યાનમાં રાખીને, કાર્યક્રમના તબક્કામાં યુવા બાબતો અને ખેલકૂદ મંત્રાલયના 'My Bharat' અભિયાન અંતર્ગત વિદ્યાર્થી ભાઈ-બહેનો દ્વારા 'My Bharat Portal' પર સક્રિયપણે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મુખ્ય અભિમુખતા કાર્યક્રમ અંતર્ગત NSS ના લક્ષ્યો અને પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. જેમાં પ્રોગ્રામ ઓફિસર ડૉ. અશ્વિન શર્મા, શ્રીમતી હેતલબેન નાયક અને શ્રી કિશોરભાઈ પટેલે વિદ્યાર્થીઓને NSS અંતર્ગત યોજાતી વિવિધ સામાજિક શિબિરો, ગ્રામીણ સફાઈ, રક્તદાન અને વ્યસનમુક્તિ જેવા જાગૃતિ અભિયાનો વિશે વિસ્તૃત તથા ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આગામી વર્ષની પ્રવૃત્તિઓને સુચારુ રૂપે ચલાવવા માટે કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓમાંથી જ સક્ષમ 'ગૃપ લીડરની નિમણૂંક' કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી કિશોરભાઇ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે શ્રીમતી હેતલબેન નાયકે તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. અંતમાં સૌએ એકસૂત્રતા અને રાષ્ટ્રભક્તિની ભાવના સાથે સમૂહમાં રાષ્ટ્રગીતનું ગાન કરીને આ અદભુત અભિમુખતા કાર્યક્રમને સફળતાપૂર્વક સંપન્ન કર્યો હતો.