Welcome to S.B. Garda College here is the scrolling line for latest update news or any other updates Welcome to S.B. Garda College here is the scrolling line for latest update news or any other updates

Recent Events

એસ. બી. ગાર્ડા કોલેજમાં આશીર્વાદના દીવડા કાર્યક્રમ યોજા...

Read More..

गार्डा कॉलेज, नवसारी में ‘हिन्दी दिवस’ के उपलक्ष्य में ...

Read More..

ગાર્ડા કોલેજમાં યોજાયો જોબ ફેર

Read More..

નવસારીની ગાર્ડા કોલેજમાં 'સિકલ સેલ રોગ જાગૃતિ કાર્યક્રમ...

Read More..

ગાર્ડા કોલેજમાં એક દિવસીય આંતરરાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો

Read More..

ગાર્ડા કોલેજ ખાતે ‘શિક્ષક દિન’ની ભવ્ય ઉજવણી

Read More..
View All

નવસારી ગાર્ડા કોલેજમાં અંગ્રેજી વિભાગના વિદ્યાર્થીઓ માટે ઓરીએન્ટેશન & કેરીયર કાઉન્સિલ પ્રોગ્રામ યોજાયો

09-07-2026

નવસારીની પ્રતિષ્ઠિત એસ.બી. ગાર્ડા કોલેજમાં ઇન્ચાર્જ આચાર્યશ્રી ડૉ ધર્મવીર ગુર્જરના માર્ગદર્શન હેઠળ અંગ્રેજી વિભાગ તથા આઈ.ક્યુ.એ. સેલના સંયુક્ત ઉપક્રમે તા. ૦૯/૦૭/૨૦૨૬ ના રોજ ઓરીએન્ટેશન અને કેરીયર કાઉન્સિલ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદ્દબોધન આપતાં કોલેજના ઇન્ચાર્જ આચાર્યશ્રી ડૉ ધર્મવીર ગુર્જરે વિદ્યાર્થીઓને સતત પરિશ્રમ કરવા માટે પ્રેરિત કર્યા હતાં. તેઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આજના ટેકનોલોજીના યુગમાં બધી જ બાબતો સરળતાથી મળી રહે છે પરંતુ એ બાબતોમાંથી આપણને ઉપયોગી બાબતો શોધવી કેવી રીતે એ જ્ઞાન શિક્ષક પાસેથી જ મળશે. વધુમાં તેઓએ વિદ્યાર્થીઓને પોતાના ધ્યેય માટે સતત પરિશ્રમ કરવા અને અજ્ઞાનતાની નિંદ્રામાંથી જાગી જવા હાકલ કરી હતી અને આવા કાર્યક્રમો યોજવા માટે સમગ્ર વિભાગને અભિનંદન પાઠવ્યાં હતાં. આ કાર્યક્રમમાં ઉપાચાર્યશ્રી ડૉ. હિતેશભાઈ પટેલે પણ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ પ્રસંગે અંગ્રેજી વિભાગના અધ્યક્ષા ડૉ. રાધા ગૌતમે અંગ્રેજી વિભાગનો સમગ્ર ચિતાર રજૂ કર્યો હતો સાથે જ ડૉ. જીતેન્દ્દ્ર પરમાર અને માનસીબા સરવૈયા દ્વારા અંગ્રેજી વિભાગ દ્વારા કરવામાં આવતી વિવિધ રચનાત્મક પ્રવૃતિઓ વિશે માહિતી આપવામાં આવી હતી. આ જ વિભાગના અધ્યાપક ડૉ. નેહા હરિયાણીએ અંગ્રેજી વિભાગમાં અભ્યાસ બાદ રોજગારના વિવિધ ક્ષેત્રમાં રહેલી તકો વિશે માહિતી આપી હતી. સાથે જ તેઓએ રાષ્ટ્રીય શિક્ષા નીતિ - ૨૦૨૦ દ્વારા એક સાથે બે ડીગ્રી મેળવવાની તકનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અંગ્રેજી વિભાગના અધ્યાપક શ્રી અત્રી જોષી દ્વારા કરવામાં આવ્યું હતું.