Welcome to S.B. Garda College here is the scrolling line for latest update news or any other updates Welcome to S.B. Garda College here is the scrolling line for latest update news or any other updates

Recent Events

એસ. બી. ગાર્ડા કોલેજમાં આશીર્વાદના દીવડા કાર્યક્રમ યોજા...

Read More..

गार्डा कॉलेज, नवसारी में ‘हिन्दी दिवस’ के उपलक्ष्य में ...

Read More..

ગાર્ડા કોલેજમાં યોજાયો જોબ ફેર

Read More..

નવસારીની ગાર્ડા કોલેજમાં 'સિકલ સેલ રોગ જાગૃતિ કાર્યક્રમ...

Read More..

ગાર્ડા કોલેજમાં એક દિવસીય આંતરરાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો

Read More..

ગાર્ડા કોલેજ ખાતે ‘શિક્ષક દિન’ની ભવ્ય ઉજવણી

Read More..
View All

મનોવિજ્ઞાન વિભાગ દ્વારા આયોજિત 'ગુરુપૂર્ણિમા ગૌરવજ્ઞાન' કાર્યક્રમ

29-07-2026

ગાર્ડા કોલેજના મનોવિજ્ઞાન વિભાગ દ્વારા ગુરુપૂર્ણિમા ગૌરવજ્ઞાન કાર્યક્રમ યોજવામાં આવ્યો.  

દક્ષિણ ગુજરાતની અગ્રણી અને મૂલ્યલક્ષી શિક્ષણ માટે જાણીતી એસ.બી. ગાર્ડા કોલેજ, નવસારી ખાતે વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ, ગુરુ-શિષ્ય પરંપરા અને જીવનમૂલ્યો પ્રત્યે આદરની ભાવના વિકસે તે હેતુથી મનોવિજ્ઞાન વિભાગ તથા I.Q.A. Cellના સંયુક્ત ઉપક્રમે તા. ૨૯ જુલાઈ, ૨૦૨૬ના રોજ "ગુરુપૂર્ણિમા ગૌરવગાન" કાર્યક્રમનું ભાવપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત કુ. રીયા જાધવ દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ કોલેજના ઇન્ચાર્જ આચાર્યશ્રી ડૉ. ધર્મવીર ગુર્જર સાહેબે સ્વાગત પ્રવચન આપતાં જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન સર્વોચ્ચ છે. ગુરુ માત્ર જ્ઞાન આપનાર જ નહીં, પરંતુ જીવનના ઘડવૈયા છે. ગુરુના માર્ગદર્શન વિના વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ શક્ય નથી. તેમણે વિદ્યાર્થીઓને ગુરુ પ્રત્યે આદર, કૃતજ્ઞતા અને સંસ્કારમય જીવન જીવવાનો સંદેશ આપ્યો હતો. ત્યારબાદ ગુરૂપૂર્ણિમા નિમિત્તે ગુરુજનોને માટે ભાવ-વંદના કરવા માટે કોલેજના વિદ્યાર્થીઓ પાંડે યોગિતા, ટંડેલ પ્રણાલી, ક્રિષ્ના, આકિફા, પાયલ, પૂર્વીબેન દેસાઇ, શાહીન લાજપોરિયા, કવિતા, સાહિલ, શાહિન, નાયકા મીત, કિંજલ વગેરેએ ખૂબ જ સુંદર વક્તવ્યો રજૂ કર્યા. તમામ વિદ્યાર્થી ભાઈ-બહેનોના વકતવ્યમાં કોલેજના ગુરુજનો પરત્વેનો પ્રેમ, લાગણી અને કૃતજ્ઞતાનો ભાવ ખૂબ જ સહજ રીતે વ્યક્ત થયો હતો. આ પ્રસંગે કોલેજના ઉપાચાર્યશ્રી હિતેશભાઈ પટેલ તથા મનોવિજ્ઞાન વિભાગના અધ્યાપક ડૉ. અશ્વિન શર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં ડૉ. સમીરા ખલીફા દ્વારા આભારદર્શન કરવામાં આવ્યું હતું. તેમણે કાર્યક્રમને સફળ બનાવવા બદલ ઇન્ચાર્જ આચાર્યશ્રી, અધ્યાપકગણ, વિદ્યાર્થીઓ તેમજ આયોજન સાથે સંકળાયેલા તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું અસરકારક અને સુંદર સંચાલન કુ. દિવ્યાની ટંડેલ દ્વારા કરવામાં આવ્યું હતું. ગુરુપૂર્ણિમાના આ પાવન અવસરે યોજાયેલ આ કાર્યક્રમ દ્વારા ગુરુ પ્રત્યેની કૃતજ્ઞતા, ભારતીય સંસ્કૃતિના મૂલ્યો અને શિક્ષણના આદર્શોનો પ્રેરણાદાયી સંદેશ પ્રસરી ગયો હતો.